આજે પરિવર્તનશીલ અને ટેક્નોલોજીના જમાનામા આપણે હજુ ઘણું કરવાનું બાકી છે, અન્ય પ્રગતિશીલ સમાજોની સરખામણીમા આપનો સમાજ પાછળ નથી...આર્થિક રીતે આપણે ઘણા બધા પગભર થયા છીએ...આજે આપણે સામાજિક રીતે, શૈક્ષણિક રીતે બક્ષીપંચ નો લાભ મળતા, આપણા સમાજમા ડોક્ટરો, એન્જીનીયરો, સરકારી ક્ષેત્રે અને ખાનગી ક્ષેત્રે ઉચ્ચ હોદ્દાઓ ઉપર આપણા ભાઈઓ-બહેનો, દીકરા-દીકરીઓ સેવા આપી રહ્યા છે. સાથે-સાથે વ્યાપાર-વ્યવસાય અને બાંધકામ ક્ષેત્રમા પણ આપણો સમાજ ખુબ ઝડપી આગળ વધી રહ્યો છે,
આજે સૌરાષ્ટ્રમા આપણા જ્ઞાતિજનોના સહયોગ અને સહકારથી આપણી ૫૦ કુટુંબોની વસ્તીમા પણ ભવ્ય વાડીઓ બની છે અને બની રહી છે.
આપણા સમાજમા શૈક્ષણિક, સગપણ, વ્યવસાયિક વિકાસ અને સામાજિક પ્રશ્નો જેવા મુદ્દાઓના હલ માટે શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ-જૂનાગઢની એક પાંખ એવી શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ યુવા સંગઠન-જૂનાગઢ દ્વારા આ વેબસાઈટ થકી વિશ્વના શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજની સેવામા એક નાનો પ્રયાસ કરવા મા આવી રહ્યો છે.
આજે આપણે સૌ સંપ-સહકાર ની ભાવનાથી સાથે રહી કામ કરતા રહિયા અને આપણી જ્ઞાતિ નો વિકાસ કરીએ એજ અભ્યર્થના સહ ......